એનિમેશન, ડીઝાઈન અને IT ક્ષેત્રો કરિયર બનાવવા માટે ઉત્તમ રોજગારી પૂરી પાડતી ખૂબ મોટી ફિલ્ડ છે.
બોર્ડની પરીક્ષાના રીઝલ્ટ સાથે સૌથી મોટો પ્રશ્ન જન્મ લેતો હોય, તો એ છે… કે “હવે કઈ ફિલ્ડમાં આગળ વધવું?”, “કઈ ફિલ્ડમાં સારું કરિયર બનાવી શકાય?”, “કોલેજ કરવી કે, ન કરવી?”, “જોબ પ્લેસમેન્ટ ની ખાતરી શેમાં મળે?” જાતજાતની અને ભાતભાતની સલાહસૂચનો જાણે દરેકના મોઢા પર જ છવાઈ ગયા હોય!
ધોરણ 12માં જેને સારા માર્કસ આવ્યા છે, તેઓ સારી કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લે છે. પરંતુ સાચી સમસ્યા માર્કસ ઓછા આવનાર ને રહે છે, અને જે કોલેજમાં પ્રવેશ મેળવે છે, તેઓ માટે આ સમસ્યા કોલેજ પૂરી થતાની સાથે જ ઉદભવે છે, કે હવે નોકરી કે સારું કરીયર બને, તે માટે શું કરવું?
હાલની એજ્યુકેશન વ્યવસ્થાને કારણે ઘણા વિદ્યાર્થીઓ કોલેજની સાથે પાર્ટ-ટાઈમ માં કે કોલેજના બદલામાં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ 3D એનિમેશન, ગેમ ડિઝાઇન, જ્વેલરી ડિઝાઈન, ટેક્સટાઇલ ડિઝાઇન તેમજ IT ક્ષેત્રે વેબસાઈટ, એપ્લિકેશન અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવી ફિલ્ડમાં તાલીમ લઇ કારકિર્દી બનાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
ભારત સરકાર ની નવી એજ્યુકેશન પોલીસી અને 2022 ના બજેટમાં સ્કીલ ડેવલપમેન્ટ અને AVGC (એનિમેશન – VFX – ગેમ અને કોમિક) તેમજ IT ક્ષેત્રે કોર્ડિંગ અને ડિઝાઇન પર ખૂબ વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે ભવિષ્યની માંગ વધવાના સંકેતો સૂચવે છે.
ચાલો જાણીએ… ઓછા માર્કસ આવે, તો આ ફિલ્ડ શા માટે શ્રેષ્ઠ છે? અને કઈ રીતે કરિયર બનાવી શકાય?