fbpx

ધોરણ ૧૨ ઓછા માર્ક્સ હોય તો શું કરશો ?

ધોરણ 12 પછી કોલેજ કર્યા વગર નવું શીખી ને કરવું હોય તો શું કરી શકાય?

 • એનિમેશન, ડીઝાઈન અને IT ક્ષેત્રો કરિયર બનાવવા માટે ઉત્તમ રોજગારી પૂરી પાડતી ખૂબ મોટી ફિલ્ડ છે.
 • બોર્ડની પરીક્ષાના રીઝલ્ટ સાથે સૌથી મોટો પ્રશ્ન જન્મ લેતો હોય, તો એ છે… કે “હવે કઈ ફિલ્ડમાં આગળ વધવું?”, “કઈ ફિલ્ડમાં સારું કરિયર બનાવી શકાય?”, “કોલેજ કરવી કે, ન કરવી?”, “જોબ પ્લેસમેન્ટ ની ખાતરી શેમાં મળે?” જાતજાતની અને ભાતભાતની સલાહસૂચનો જાણે દરેકના મોઢા પર જ છવાઈ ગયા હોય!
 • ધોરણ 12માં જેને સારા માર્કસ આવ્યા છે, તેઓ સારી કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લે છે. પરંતુ સાચી સમસ્યા માર્કસ ઓછા આવનાર ને રહે છે, અને જે કોલેજમાં પ્રવેશ મેળવે છે, તેઓ માટે આ સમસ્યા કોલેજ પૂરી થતાની સાથે જ ઉદભવે છે, કે હવે નોકરી કે સારું કરીયર બને, તે માટે શું કરવું?
 • હાલની એજ્યુકેશન વ્યવસ્થાને કારણે ઘણા વિદ્યાર્થીઓ કોલેજની સાથે પાર્ટ-ટાઈમ માં કે કોલેજના બદલામાં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ 3D એનિમેશન, ગેમ ડિઝાઇન, જ્વેલરી ડિઝાઈન, ટેક્સટાઇલ ડિઝાઇન તેમજ IT ક્ષેત્રે વેબસાઈટ, એપ્લિકેશન અને સોફ્ટવેર ડેવલપમેન્ટ જેવી ફિલ્ડમાં તાલીમ લઇ કારકિર્દી બનાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
 • ભારત સરકાર ની નવી એજ્યુકેશન પોલીસી અને 2022 ના બજેટમાં સ્કીલ ડેવલપમેન્ટ અને AVGC (એનિમેશન – VFX – ગેમ અને કોમિક) તેમજ IT ક્ષેત્રે કોર્ડિંગ અને ડિઝાઇન પર ખૂબ વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે ભવિષ્યની માંગ વધવાના સંકેતો સૂચવે છે.
 • ચાલો જાણીએ… ઓછા માર્કસ આવે, તો આ ફિલ્ડ શા માટે શ્રેષ્ઠ છે? અને કઈ રીતે કરિયર બનાવી શકાય?

3D એનિમેશન

 • બાળપણથી આપણે સૌ ફિલ્મો, ટી.વી અને ઈન્ટરનેટના માધ્યમથી એનિમેશન જોતા આવ્યા છીએ.
 • બાળગીતો, એડવર્ટાઇઝ, ટી.વી સિરીઝ કે ફિલ્મ અને ગેમ, આ દરેક એન્ટરટેઇનમેન્ટના માધ્યમમાં એનિમેશન ખૂબ જ પ્રચલિત છે. તેમજ પુષ્કળ પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે. 
 • હાલમાં દરેક કોર્પોરેટ કંપની એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ તેનું કામ સરળતાથી સમજાવવા અને આકર્ષણનું કેન્દ્ર બનાવવા એનિમેશનનો ઉપયોગ કરે છે. 
 • ફેસબુક દ્વારા “મેટાવર્સ”ની જાહેરાત કરાઈ, જે સંપૂર્ણપણે 3D એનિમેશન, AR અને VR ટેકનોલોજી સાથે સંકળાયેલ છે. 
 • શીખવા માટે કોઇ ડિગ્રી કે પ્રમાણપત્રની આવશ્યકતા નથી. માત્ર તમારી સ્કિલ અને કંઈક નવું કરી બતાવવાની જીદ પણ પૂરતી છે. જેમાં દેશ-વિદેશના કામ તમે તમારા શહેરમાં રહી કરી શકતા હોવાથી, આ ફિલ્ડ વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહે છે.

જ્વેલરી / ટેકસટાઇલ ડિઝાઇન

 • પૌરાણિક સમયથી હાલના સમય સુધી દાગીના, પહેરવેશ કે કોઈ સાધન સામગ્રીમાં પરિવર્તન આવ્યા હોય, તો તેની ડિઝાઇન અને ડિઝાઇન બનાવવા માટે વપરાતી ટેકનોલોજીમાં છે.
 • દરરોજ કંઈક નવી ડિઝાઈન ક્રિએટ કરવી, એ ડિઝાઇનર નું કામ હોય છે. તે પછી ભલે, જ્વેલરી ડિઝાઇનર, ટેક્સટાઇલ ડિઝાઈનર કે ફેશન ડિઝાઈનર હોય.
 • અતિશય સ્કિલ અને ક્રિએટિવિટી વાળા આ ક્ષેત્રે હાલમાં લાખો લોકો ખૂબ સારી કમાણી કરે છે. સોના ચાંદીના દાગીના માં સોના અને ચાંદીનો ભાવ વૈશ્વિક રીતે સમાન જ છે. પરંતુ લોકો દાગીનાની પસંદ ડિઝાઇન આધારિત કરે છે, જે કોઈપણ વિદ્યાર્થીઓ કોલેજ સાથે કે ધોરણ 12 પછી શીખી નિપુણતા મેળવી શકે છે.
 • એ જ પ્રમાણે દરેક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત રોટી-કપડા-મકાન પૈકી કપડા, તેમાં પણ અલગ અલગ ફેબ્રિક સાથે અલગ અલગ ડિઝાઇન અને પેટર્નના કપડાંની ડિમાન્ડ ખૂબ ઊંચી છે.
 • જેના પરિણામે એમ્બ્રોઇડરી, જેકાર્ડ અને ડિજિટલ પ્રિન્ટ સાથે ડિઝાઇનર અને સ્કેચરની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે.
 • આ એવી ફિલ્ડ છે, જેમાં ટૂંક સમયગાળામા શીખી કોઈપણ વિદ્યાર્થી કુશળતા મેળવી, ઊંચી કમાણી કરી શકે છે, જે માટે કોઈ માર્કસ કે પ્રમાણપત્રની આવશ્યકતા નથી.

IT ( ઇન્ફોર્મેશન ટેકનોલોજી )

 • આધુનિક યુગમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. દરેક ધંધાર્થીઓને વૈશ્વિક જોડાણ માટે વેબસાઈટ, સોફ્ટવેર અને એપ્લિકેશન પાયાની જરૂરિયાત છે. હાલમાં, બાળકથી માંડીને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ સ્માર્ટફોન યુઝ કરે છે. જેમાંની એપ્લિકેશન, વેબસાઈટ અને વપરાતા સોફ્ટવેર IT નું ઉત્તમ ઉદાહરણ છે.
 • સમગ્ર વિશ્વમાં IT ક્ષેત્રે થયેલી પ્રગતિમાં સૌથી વધારે ભારતીયોનો સિંહ ફાળો રહ્યો છે. તેમજ ઓનલાઇન અને વર્ક ફ્રોમ હોમ જેવી ફેસિલિટી ના કારણે દરેક યુવાન ભારતમાં પોતાના શહેરમાં રહી દેશ-વિદેશના કામ કરી ડોલરમાં કમાણી કરી શકે છે.
 • ઘણી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ IT માટે કોડિંગ, વિવિધ લેંગ્વેજ, તેમજ વેબ ડિઝાઇન – એપ્લિકેશન ડિઝાઇન અને સોફ્ટવેર ડિઝાઈન ના કોર્સ કરાવે છે. જેમાં રોજગારી મળવાની તક ખૂબ વધારે છે.
 • IT ક્ષેત્રમાં આગળ વધવા કોલેજ પણ કરી શકાય, પરંતુ ઓછા માર્કસ થી હતાશ થયા વિના કોઈપણ પ્રમાણપત્ર વિના સ્કીલ અને શોખના આધારે શ્રેષ્ઠ કરિયર બનાવી શકાય.

Book A Demo Class

Enter Your Details